ખાસ કેટેગરીના રફ હીરાની કીંમતોમાં 5 થી 7 ટકાનો ઘટાડો

901
પ્રતિકાત્મક તસ્વીર

ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ (TAGS) ના દુબઈ રફ ઓક્શનમાં રફ ડીમાન્ડ અત્યંત નબળી રહી હોવાના અહેવાલ

DIAMOND TIMES – ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ દ્વારા સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડીયામાં દુબઈમાં આયોજીત રફ હીરાના ઓક્શનમાં રફ હીરાની ડિમાન્ડ નબળી રહેતા હીરાના અનેક પાર્સલને ઓકશનમાં મુકવાના બદલે પરત ખેંચી લીધા હોવાના અહેવાલ છે. આ ઓક્શનમાં કુલ 20,000 કેરેટ રફ હીરાનો જથ્થો મુકવાની કંપનીએ અગાઉ જાહેરાત કરી હતી.પરંતુ રફ હીરાની ડીમાન્ડ ઘટવાના પગલે લગભગ 85 ટકા રફ હીરાને પરત ખેંચી લીધો હતો.ઉલ્લેખનિય છે કે રફ હીરાની જંગી ડીમાન્ડ વચ્ચે ગત જુલાઈના દુબઈ ઓક્શનમાં 62.6 મિલિયન અમેરીકી ડોલરની કીંમતના 43,343 કેરેટ રફ હીરા વેંચ્યા હતા.જે અત્યાર સુધીની હાઈએસ્ટ રફ હીરાનું વેંચાણ છે.

મીડીયા અહેવાલ મુજબ TAGS એ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડીયામાં આયોજીત કરેલ દુબઈ ઓક્શનમાં 36.3 મિલિયન અમેરીકી ડોલરની કીંમતના 17,157 કેરેટ રફ હીરાનું વેંચાણ કર્યુ છે.જેમા દક્ષિણ આફ્રિકાની અંગોલા ખાણમાથી પ્રાપ્ત 10 કેરેટથી વધુ વજનના 145 સિંગલ રફ હીરા હતા.આ રફ ઓક્શનમાં ભારત,ઇઝરાયેલ,બેલ્જિયમ,હોંગકોંગ અને દુબઇની કુલ 120 થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો.

ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ (TAGS) ના પ્રવક્તાએ પ્રતિભાવ આપતા કહ્યુ કે પાછલા કેટલાક મહીનાઓમાં રફની સારી માંગ હતી.પરંતુ ગત ઓગસ્ટથી બજારમાં પ્રીમિયમ નરમ પડ્યું છે.અમે સ્વીકારીએ છીએ કે અગાઉના મહીના ઓની તુલનામાં રફ હીરાની માંગ નબળી રહેતા કેટલીક ક્વોલિટીના રફ હીરાની કીંમતોમાં 5 થી 7 ટકાની નરમાઈ જોવા મળી રહી છે.