બોનહામ્સ ન્યુયોર્ક ઓક્શન : 5 કેરેટનો દુર્લભ કાશ્મીરી સેફાયર રહેશે આકર્ષણનું કેન્દ્ર

912

આગામી 19 મે ના રોજ ન્યુયોર્ક ખાતે આયોજીત થનારા બોનહામ્સ ઓક્શનમાં 5 કેરેટનો દુર્લભ કાશ્મીરી સેફાયર જડીત ડાયમંડની વીંટી ખરીદદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.આ કલાકૃતિની પાંચ લાખ ડોલર કીંમત મળવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

19 મી સદીના અલંકારોમાં સમાવિષ્ટ કાશ્મીરી સેફાયર જડીત ડાયમંડની વીંટીમાં કુશન આકારનો 5.22 કેરેટ વજનનો દુર્લભ કાશ્મીરી અનહિટેડ નિલમને હીરાની ફ્રેમમાં જડવામાં આવ્યો છે.વિશ્વના સૌથી કિંમતી અને રેર રત્નોની યાદીમા આવતો આ કાશ્મીર નીલમ તેમની દુર્લભતા અને સુંદરતાને કારણે વિશ્વ વિખ્યાત છે. બોનહામ્સ ન્યુયોર્ક ઓક્શનની જવાબદારી સંભળનાર કેરોલિન મોરીસીએ કહ્યુ કે વાદળી રંગના આ નીલમને ઉત્કૃષ્ટ હીરાની એક મોહક જૂની યુરોપિયન કટ ફ્રેમમાં સુયોજિત કર્યો છે.

આ કલાકૃતિ ઉપરાંત 49.06 અને 48.42 કેરેટ વજન ધરાવતા અને કોલમ્બિયાની ખાણમાથી મળી આવેલા બે એમરાલ્ડ અને હીરા જડીત ઓનીક્સ બ્રોચેસની જોડી પણ ઓક્શનમાં મુકાશે.જેની 340,000 અમેરીકી ડોલર મળવાની ધારણા છે.આ ઉપરાંત કાર્ટીઅર, બલ્ગારી,વેન ક્લીફ એન્ડ આર્પલ્સ સહિતના ડિઝાઇનર્સના અનેક યુનિક ઝવેરાત પણ આ ઓક્શનમાં મુકાશે.

અભિનેત્રી એલિસ રોસે ધારણ કર્યા ટિફનીના યુનિક અંલકારો

અમેરીકામાં ટેલિવિઝન તેમજ ફીલ્મના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અભિનય કરનાર કલાકારોને સુપ્રસિધ્ધ NAACP ઇમેજ એવોર્ડ એનાયત કરી તેમની કલાની કદર કરવામાં આવે છે.ટેલિવિઝન પર પ્રસારીત થતી સિરિયલ “ હાઈ નોટ ” અને “ બ્લેક-ઇશ”માં ઉત્કૃષ્ટ અભિનય થકી લોકોના દીલ જીતનાર અભિનેત્રી ટ્રેસી એલિસ રોસેને NAACP ઇમેજ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે.

NAACP ઇમેજ એવોર્ડ માટે નોમિનેટ થયેલી અભિનેત્રી ટ્રેસી એલિસ રોસેએ ટિફની એન્ડ કંપનીના યુનિક અલંકારો ધારણ કર્યા હતા.જેને સુપ્રસિદ્ધ જ્વેલરી ડિઝાઇનર એલ્સા પેરેટીએ ડીઝાઇન કર્યા છે.આ અભુષણોમાં સાપ આકારનો નેકલેસ તેમજ 18 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરેલા કફ્સનો સમાવેશ થાય છે.