ભારતીય ઘરોમાં 25 હજાર ટન ગોલ્ડના ભંડાર,જે પૈકી 2000 ટન સોનું લોન માર્કેટમાં ગીરવે

તસવીર પ્રતિકાત્મક
તસવીર પ્રતિકાત્મક

DIAMOND TIMES – ભારતમા ગોલ્ડ લોન માર્કેટમાં ઉજ્જવળ તકો છે.લોઅર અને મિડલ ક્લાસ ઉપરાંત હવે હાઈ નેટવર્થ ઇન્ડીવિઝ્યુઅલ(HNI) પણ ગોલ્ડ લોન લઈ રહ્યાં છે.ગોલ્ડ લોન અન્ય પર્સનલ લોનની તુલનામાં સસ્તી, ઝડપી અને સુરક્ષિત છે.જેના લીધે મોટાભાગની ખાનગી અને સરકારી બેન્ક ગોલ્ડ ઓફર કરી રહી છે. ભારતમાં હાલ 25 હજાર ટન ગોલ્ડ રિઝર્વ્સમાંથી માત્ર 2000 ટન સોનુ લોન માર્કેટમાં છે.ગોલ્ડ લોન માર્કેટમાં ઉજ્જવળ તકો છે તેમ સુરતની એક ગોલ્ડ લોન કંપનીએ જણાવ્યુ હતુ.

કોરોનાની પ્રથમ બે લહેરમાં ગોલ્ડ લોનમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી.કારણ કે લોકોને પૈસાની જરૂર હતી.હવે ધંધો સામાન્ય થઈ ગયો છે.હવે મોટા ભાગના લોકો બિઝનેસ વધારવા અથવા નવું કામ શરૂ કરવા ગોલ્ડ લોન લઈ રહ્યા છે.ગોલ્ડ લોન સૌથી સુરક્ષિત વ્યક્તિગત લોન છે.તેથી જ તમામ બેન્કો ગોલ્ડ લોનમાં પ્રવેશે છે.લોકોમાં ગોલ્ડ લોન અંગે જાગૃતિ વધી રહી છે.દેશમાં લગભગ 25 હજાર ટન સોનાનો ભંડાર છે.તેમાંથી લોન માર્કેટમાં માત્ર બે હજાર ટન સોનું આવ્યું છે.