DIAMOND TIMES – વડાપાઉ સહુથી સસ્તુ ભારતનું મનપસંદ સ્ટ્રીટ ફુડ છે.માખણ અને મેયોનેઝથી તરબતર વડાપાઉનુ ચિત્ર મગજમા આવતાની સાથે જ મોટાભાગના સ્વાદ શોખીનોના મોઢામા પાણી આવી જતુ હોય છે.પરંતુ આ સસ્તા વડાપાઉને દુબઈ માં સોનાનો વરખ લગાડી અનોખી રીતે તૈયાર કરવામાં આવ્યુ છે. અગાઉ દુબઈમાં હાર્ડ રોક કાફે,ધ રોડરી અને મેસન રૂજ દ્વારા રૂપિયા ૩૭ હજારની કીંમતનું 24 કેરેટ ગોલ્ડ બર્ગર લોંચ કરવામાં આવ્યુ હતુ.24-કેરેટ બર્ગર પછી હવે ભારતીય વ્યંજન પીરસવા માટે જાણીતા ઓ’પાઓએ વિશ્વનું પ્રથમ 22-કેરેટ સોનાનું વરખ લગાડેલુ વડાપાવ બનાવ્યુ છે.
દુબઈમાં પ્રથમ વખત 22K ગોલ્ડ વરખ લગાડેલુ વડાપાંઉ પનીર અને આયાતી ફ્રેન્ચ ટ્રફલ માખણથી તરબતર છે . ઉપરાંત ખાસ આયાત કરેલા બટેકામાથી તૈયાર કરેલા વડાની સાથે બ્રેડ પર ફુદીના અને મેયોનેઝ ચીજથી તેને સ્ટફીંગ કરવામાં આવ્યુ છે.આ રીતે તૈયાર કરવામાં આવેલા વડાપાંઉને નાઇટ્રોજન યુકત બેગમાં કોતરણી કરેલા લાકડાના ખાસ બોક્સમાં પીરસવામાં આવે છે.વડાપાઉની સાથે ફ્રાઈ શક્કરીયાના પીસ અને ફુદીના-લીંબુનું શરબત પણ પીરસવામાં આવે છે.આ એક વડાપાઉની કીંમત બે હજાર રૂપિયા છે.આમ છતા પણ દુબઈના શ્રીમંતો મન મુકીને તેની લિજ્જત માણી રહ્યા છે.