22 કેરેટના દુર્લભ પીંક પલેસાની એન્ટવર્પમાં થશે હરાજી

756

DIAMOND TIMES – આફ્રીકન દેશ લિસોથોની કાઓ ખાણમાંથી મળી આવેલા દુર્લભ પીંક પલેસા નામના 21.86 કેરેટ વજનના ગુલાબી હીરાની આગામી જુલાઈ મહીનામાં એન્ટવર્પ ખાતે હરાજી કરવામાં આવશે.ગુલાબી હીરાની જનની કહેવાતી ઓસ્ટ્રેલિયા સ્થિત રિયો ટીન્ટોની આઇકનિક આર્ગાઈલ ખાણ બંધ થઈ જતા હવે લિસોથોની એક માત્ર કાઓ ખાણમાથી જ ગુલાબી હીરા પ્રાપ્ત થાય છે.

વિશ્વના કુલ ગુલાબી હીરાઓ પૈકી 90 ટકા ગુલાબી હીરાઓ લિસોથોની સહુથી મોતી કાઓ ખાણમાથી મળી આવ્યા છે.નામક્વા ડાયમંડ્સ લિમિટેડની પેટા કંપની સ્ટોર્મ માઉન્ટેન ડાયમંડ્સ (SMD) કાઓ ખાણની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. ઉલ્લેખનિય છે કે સ્ટોર્મ માઉન્ટેન ડાયમંડ્સ (SMD)માં નામક્વા ડાયમંડ્સ લિમિટેડ ઉપરાંત લિસોથો સરકારનો પણ 25 ટકા હિસ્સો છે.

મીડીયા અહેવાલ મુજબ ધ પિંક પેલેસાને ખરીદવા માટે આગામી તારીખ 23 જુલાઇ સુધી ઓનલાઈન બિડીંગ થશે.ત્યારબાદ 23 જુલાઇના રોજ બિડીંગની તારીખ સમાપ્ત થતા આ હીરાની વધુ બોલી લગાડનાર વ્યક્તિને એન્ટવર્પની કંપની બોનાસ ગ્રુપ દ્વારા આ હીરાને વેંચી દેવામાં આવશે.