20 કેરેટના આ હીરાએ ઓસ્ટ્રેલિયાના સૌથી મોંઘા હીરાનો રેકોર્ડ તોડ્યો

44

DIAMOND TIMES – પ્લેટીનિયમ રીંગમાં જડવામાં આવેલા 20 કેરેટના આ હીરાએ ઓસ્ટ્રેલિયાના સૌથી મોંઘા હીરાનો રેકોર્ડ તોડ્યો છે.આ હીરાને એક અગ્રણી ઓકશન હાઉસ દ્વારા સિડની ખાતે યોજવામાં આવેલા ઓકશનમાં વેંચાણ માટે મુકવામાં આવ્યો હતો.પ્લેટીનિયમ રીંગમાં જડવામાં આવેલા 20.05 કેરેટ વજનના આ હીરાનું 1.16 મિલિયન અમેરીકી ડોલરમાં વેંચાણ થતા તેણે ઓસ્ટ્રેલિયાના સૌથી મોંઘા હીરાનો રેકોર્ડ તોડ્યો છે.

ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે અગ્રણી ઓક્શન હાઉસ લિયોનાર્ડ જોયેલે હીરા ઝવેરાતની હરાજી યોજી હતી.એમરાલ્ડ કટ અને VVS2 કેટેગરી ધરાવતો આ બ્રિલિયન્ટ કટ ફેન્સી હીરાને પ્લેટીનિયમ રીંગમાં જડવામાં આવ્યો છે.એક દીવસ અગાઉ ઓક્શન હાઉસ દ્વારા આ અમુલ્ય ઝવેરાતને ખરીદદારો માટે પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.જેમા અનેક ખરીદદારો માટે આ હીરો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.પરંતુ 1.16 મિલિયન અમેરીકી ડોલર સૌથી વધુ બોલી લગાવી એક ધનિક વ્યકતિએ આ હીરા જડીત રીંગ ખરીદી લીધી છે.સલામતિ ખાતર આ ધનિક વ્યક્તિની ઓળખ છૂપાવવામાં આવી છે.