1656માં બહામાસમાં ડૂબી ગયેલા સ્પેનિશ જહાજમાંથી જ્વેલરીનો અમૂલ્ય સંગ્રહ મળી આવ્યો

DIAMOND TIMES : 1600 ના દાયકામાં બહામાસમાં ડૂબી ગયેલા સ્પેનિશ ગેલિયનના ભંગારમાંથી જ્વેલરીનો અમૂલ્ય સંગ્રહ મળી આવ્યો છે. નુએસ્ટ્રા સેનોરા ડે લાસ મારાવિલાસ (અવર લેડી ઓફ વન્ડર્સ) 1656ની જાન્યુઆરીની શરૂઆતમાં ગ્રાન્ડ બહામાસ આઇલેન્ડની લિટલ બહામા બેંકની પશ્ચિમ બાજુએ 70 કિમીથી વધુ ઓફશોર પર શાર્કથી અસર પામતા પાણીમાં ડૂબી ગઈ હતી.

ગેલિયન એક્વાડોરમાં જહાજ ભંગાણમાંથી બચાવેલ ચાંદી સહિત 50 લાખ પેસોના મૂલ્યના ખજાનાની મેનિફેસ્ટ સાથે સ્પેન પરત ફરી રહ્યો છે. ઈતિહાસકારો માને છે કે બોર્ડમાં વધુ ખજાનો હોવાની શક્યતા છે, જેને પ્રતિબંધિત તરીકે જાણ કરવામાં આવી નથી.

ગેલિયન અણધારી રીતે છીછરા પાણીમાં ઊંડે ઉતરી ગયું હતું અને બીજા જહાજ દ્વારા તેને ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે કેપ્ટનને નજીકના ખડક પર મારાવિલાસને ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી હતી. એ સમયે આ જહાજમાં 650 થી વધુ લોકો સવાર હતા અને માત્ર 45 નો જ બચાવ થયો હતો.

કાટમાળ વેરવિખેર થઈ ગયો હતો અને સ્પેનિશ બચાવકર્તાઓએ ખજાનાનો લગભગ દસમો ભાગ પાછો મેળવ્યો હતો. આવનારા દાયકાઓમાં વધારાની રિકવરી કરવામાં આવી હતી, જો કે, અડધાથી વધુ ખજાનો અપૂર્ણ છે. 1970 અને 1990 ના દાયકામાં બચાવના મોટા પ્રયાસોના પરિણામે ન્યૂયોર્ક અને લંડનમાં ખજાનાની હરાજી કરવામાં આવી હતી.

ખજાનાના શિકારીઓ આજ સુધી શાર્કથી પ્રભાવિત પાણીને બહાદુરીપૂર્વક રિકવરી કરવાનું ચાલુ રાખ્યું છે. અને હવે એલન એક્સપ્લોરેશન, બહેમિયન અને યુએસ દરિયાઈ પુરાતત્વવિદો અને ડાઇવર્સ સાથે કામ કરી રહ્યા છે, જેમણે હવે મોટી શોધની જાણ કરી છે.

આ મળી આવેલા ખજાનાઓમાં સોનાની ફિલિગ્રી ચેઇન, રોઝેટ મોટિફ્સ સાથે અને સેન્ટિયાગોના ક્રોસ સાથેનું સોનાનું પેન્ડન્ટ હતું. આ ચેઇન પાંચ ફૂટ લાંબી છે અને તેનું વજન બે પાઉન્ડ હોવાનું પણ સામે આવ્યું છે. અન્ય પેન્ડન્ટમાં એક ડઝન સ્કેવર એમરાલ્ડથી બનેલા મોટા, લીલા, અંડાકાર એમરાલ્ડ પર સેન્ટ જેમ્સનો સોનાનો ક્રોસ છે.

કોલંબિયાના એમરાલ્ડ અને એમિથિસ્ટના ઝુમખા એ પણ સૂચવે છે કે ગેલિયન મેનિફેસ્ટમાં લિસ્ટેડ ન હોય તેવા ખજાનાની હેરફેરમાં સામેલ હતો.

એલન એક્સ્પ્લોરેશનના કાર્લ એલને કહ્યું કે, 70 ના દાયકાથી ડાઇવર્સે શોધેલા રંગીન કોરલ અદૃશ્ય થઈ ગયા છે, કારણ કે સમુદ્રના એસિડિફિકેશન થાય છે જે ઝેરી હોય છે અને તેથી ખતમ થઇ જાય છે. આ વસ્તુ પીડાદાયક છે અને નિરાશજનક પણ છે.

તેમણે કહ્યું કે, જ્યારે અમે અંડાકાર એમરાલ્ડ અને સોનાનું પેન્ડન્ટ લાવ્યા, ત્યારે મારો જીવ અધ્ધર થઇ ગયો હતો. મને સિક્કા અને ઝવેરાત કરતાં રોજિંદા શોધો સાથે વધુ જોડાણ લાગે છે, પરંતુ આ સેન્ટિયાગો બંને વિશ્વ વચ્ચેનો પુલ છે. જ્યારે હું તેને પકડી રાખું છું અને તેના ઇતિહાસ વિશે વિચારું છું ત્યારે પેન્ડન્ટ મને મંત્રમુગ્ધ કરે છે. આ કઠોર પાણીમાં આ નાનકડા પેન્ડન્ટ્સ કેવી રીતે બચી ગયા અને અમે તેમને કેવી રીતે શોધી શક્યા તે મારાવિલાનો ચમત્કાર છે.

તેમણે કહ્યું કે, ગેલિયનના ભંગારનો અઘરો ઇતિહાસ હતો. 17મી અને 18મી સદીમાં સ્પેનિશ, અંગ્રેજી, ફ્રેંચ, ડચ, બહામિયન અને અમેરિકન અભિયાનો દ્વારા ભારે બચાવ થયો. કેટલાક કહે છે કે અવશેષો ધૂળમાં દબાઇ ગયા હતા. આધુનિક ટેક્નોલોજી અને સખત વિજ્ઞાનનો ઉપયોગ કરીને, અમે હવે શોધના લાંબા અને વિન્ડિંગ ભંગાર ટ્રેઇલને ટ્રેક કરી રહ્યાં છીએ. આ જ્વેલરી ફ્રીપોર્ટ, ગ્રાન્ડ બહામામાં નવા ખુલેલા બહામાસ મેરીટાઇમ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.