જેમ એન્ડ જ્વેલરીની નિકાસગતિ જળવાઈ રહી : રિયલ હીરાની નિકાસમાં 21.98 ટકાની તો લેબગ્રોનની નિકાસમાં 188.70 ટકાની વૃદ્ધિ

69

DIAMOND TIMES – મુખ્ય ઇન્ટરનેશનલ માર્કેટ અમેરીકા,યુરોપ અને ચીન સહીતના ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરા અને જ્વેલરીની માંગમાં સતત વધારો થઈ રહ્યો હોવાને કારણે તેની નિકાસગતિ જળવાઈ રહી છે.

ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 41.66 બિલિયન ડોલરને પાર કરવાની વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નિર્ધારીત નિકાસ લક્ષ્યાંકને સિધ્ધ કરવા હીરા ઉદ્યોગ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે.સમગ્ર જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આનંદની વાત છે કે નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં વડા પ્રધાને નિર્ધારીત કરેલા કુલ વાર્ષિક નિકાસ લક્ષ્યાંક પૈકી લગભગ 46 ટકાની સિધ્ધિ હીરા ઉદ્યોગે હાંસિલ કરી લીધી છે.

જીજેઇપીસીના અહેવાલ મુજબ એપ્રિલથી ઓક્ટોબર 2019 ની તુલનાએ 2021માં કટ એન્ડ પોલિશ્ડ રિયલ હીરાની નિકાસ 21.98 ટકા અને લેબગ્રોન હીરાની નિકાસ 188.70 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.ઓક્ટોબર 2021માં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું 19178.5 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું હતું.જ્યારે એપ્રિલથી ઓક્ટોબર 2019માં 85932.25 કરોડની જ્યારે વર્ષ 2021માં 110679.18 કરોડના હીરા એક્સપોર્ટ થયા હતાં.

2019માં એપ્રિલથી ઓક્ટો. અને 2021ની તુલનામાં વર્ષ 2020માં કોરોનાને કારણે કટ અને પોલિશ્ડ ડાયમંડના એક્સોપર્ટમાં ઘટાડો થયો હતો.પરંતુ લેબગ્રોન કટ પોલિશ્ડ હીરામાં કોરોનાની કોઇ અસર જોવા મળી ન હતી.એપ્રિલથી ઓક્ટોબર 2019માં 254.24 US મિલિયન ડોલરના લેબગ્રોન કટ પોલિશ્ડ ડાયમંડ જ્યારે 2020માં 288.42 US મિલિયન ડોલર જ્યારે 2021માં 743.01 US મિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું.

વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સેન્ટિમેન્ટ હકારાત્મક અને ઉત્સાહજનક : કોલિન શાહ

નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ વધીને 19.3 બિલિયન ડોલર થઈ છે.નિકાસના આ ઉત્સાહ જનક આંકડાઓ અંગે પ્રતિભાવ આપતા GJEPCના ચેરમેન કોલિન શાહે કહ્યુ કે વડાપ્રધાન દ્વારા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને આપવામાં આવેલ 41.66 બિલિયન ડોલરના કુલ નિકાસ લક્ષ્યાંક પૈકી લગભગ 46 ટકા ની સિધ્ધિ હીરા ઉદ્યોગે હાંસિલ કરી લીધી છે.આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર-2021માં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 3.2 અબજ ડોલર હતી,જે વાર્ષિક ધોરણે 29.6 ટકાનો ઉત્સાહજનક વધારો દર્શાવે છે.તેમણે ઉમેર્યુ કે વૈશ્વિક હીરા ઉદ્યોગ માં સેન્ટિમેન્ટ હકારાત્મક અને ઉત્સાહજનક છે.જેથી આગામી મહીનાઓમાં પણ તેજીનો સિલસિલો યથાવત રહેવાની ધારણા છે.

પાછલા ત્રણ વર્ષ દરમિયાન એપ્રિલથી ઓક્ટોબર મહીનામા થયેલી વિવિધ કોમોડીટીના નિકાસના આંકડાઓ

 

સૌજન્ય જીજેઇપીસી
સૌજન્ય જીજેઇપીસી