ખેડૂતોએ લીધેલી 12 હજાર કરોડની લોન સરકારે કરી માફ, કોને મળશે લાભ?

112

ડાયમંડ ટાઈમ્સ ન્યૂઝ

તમિલનાડુ સરકારે રાજ્યના ખેડુતો માટે રાહતનું પગલું ભરતાં એક મહત્વની જાહેરાત કરી છે.જે મુજબ ખેડુતોએ સહકારી બેંકોમાંથી લીધેલી પાકલોનને સરકારે માફ કરી છે. આજે શુક્રવારે તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ જાહેરાત કરી કે સહકારી બેંકો પાસેથી ખેડુતોએ લીધેલી પાકલોન માફ કરવામાં આવશે.જેનો આશરે 16.13 લાખ ખેડુતોને આનો લાભ મળશે.

શુક્રવારે રાજ્ય વિધાનસભામાં મુખ્યમંત્રીએ નિયમ 110 હેઠળ આ જાહેરાત કરી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી 12,110 કરોડની પાક લોન માફ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ચક્રવાત તોફાન (નિવાર), બુરેવી અને ભારે વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ હાલતમાં છે.જેથી આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.