ટેક્સાસમાં જેમ્સ એન્ડ જ્વેલરી શો પૂર્ણ થયા બાદ વેપારીની 1 મિલિયન ડોલરના ડાયમંડ અને ઘરેણા ભરેલી સૂટકેસ ચોરાઇ

DIAMOND TIMES : યુએસના હ્યુસ્ટનના ટેક્સાસમાં એક જેમ્સ શો ના અંતમાં જ્વેલર્સની પેક કરી રાખેલી 1 મિલિયન ડોલરથી વધુના ડાયમંડ અને ઘરેણાની સૂટકેસની ચોરી થઇ હોવાનો મામલો સામે આવતાં હીરા વેપારીઓમાં સનસનાટી મચી છે.

72 વર્ષીય ઇફ્તિખાર સૈયદ સ્થાનિક સમાચાર ચેનલને જણાવ્યું કે ભેગું કરવામાં ઘણો બધો સમય લાગે છે અને બધું જ જાણે ક્ષણભરમાં ગાયબ થઇ જાય છે.આ મારા જીવનની બચત હતી જે હવે જતી રહી છે.ઇફ્તિખાર અને તેમની પત્ની એનઆરજી સેન્ટરમાં હ્યુસ્ટનમાં ઇન્ટરનેશન જેમ્સ એન્ડ જ્વેલરી શો માં હીરા અને જ્વેલરી પ્રદર્શિત કરી રહ્યા હતા.શો પૂર્ણ થયા બાદ ઇફ્તિખાર પોતાનું પેકઅપ કરી રહ્યા હતા.પેકઅપ બાદ જ્યારે તેઓ પોતાની કાર લઇને પરત ફર્યા તો જોયું કે જેકેટ અને વોલેટ સહિત તેમની સૂટકેસની ચોરી થઇ ગઇ છે.

1982 માં સૈયદ ક્રિએશન્સ ખોલનારા ઇફ્તિખાર સૈયદ પાસે વીમો ન હતો.સીસીટીવીમાં ચોર સામેના દરવાજાથી બહાર નીકળતાં અને ચોરીનો સામાન લઇને ભાગતા જોઇ શકાય છે.હ્યુસ્ટન પોલીસ ડિપાર્ટમેન્ટ આ કેસની તપાસ કરી રહી છે.