ડિસેમ્બરમાં 1 કરોડ સોનાના આભુષણો પર લાગ્યા એચયુઆઇડી અને હોલમાર્ક

DIAMOND TIMES – કેન્દ્ર સરકારે સોનાના આભુષણો પર ફરજીયાત હોલમાર્કીંગનો કાયદો અમલી બનાવ્યો ત્યારે તેનો ભારે વિરોધ થયો હતો.કારણ કે મોટા ભાગના ઝવેરીઓ માટે જ્વેલરીમાં હોલમાર્કીંગ ચિંતાનો વિષય હતો.પરંતુ જ્વેલર્સે દ્વારા આખરે તેનો સ્વીકાર થતા હોલમાર્કના કામમા પ્રગતિ થઈ રહી છે.

હોલમાકગના દરેક પાસામાં મોટી પ્રગતિ થઈ છે. નિકાસ, પુનઃ આયાત, સ્થાનિક પ્રદર્શનો અને સોનાના આભૂષણોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો,કુંદન,પોલ્કી અને જડાઉ જ્વેલરીની વ્યાખ્યા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર (એસઓપી) બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) એ જારી કરી તે આવકાર્ય છે એમ જીજેઇપીસીએ કહ્યું છે.

ગયા મહિને 1 કરોડ સોનાના આભુષણો પર લાગ્યા એચયુઆઇડી અને હોલમાર્ક થયા છે.બીઆઈએસ કેર એપ દ્વારા ઉપભોક્તા હોલમાર્ક જ્વેલરીની વિગતો જોઈ શકે છે.જ્વેલરીનો પ્રકાર,શુદ્ધતા, એએચસીનું નામ,જ્વેલરનું નામ, હોલમાર્કીંગ થયાની તારીખ સહીતની વિગતોથી સોનામાં ગ્રાહકનો વિશ્વાસ વધારવામાં મદદ મળી છે.

જ્વેલરીના હોલમાકગ માટે લાગતો સમય જ્વેલર્સ માટે મુખ્ય ચિંતાનો વિષય હતો.પણ રાહતની વાત એ છે કે હવે હોલ માર્કીંગનો સરેરાશ સમય જુલાઈમાં 87 કલાકની સરખામણીમાં ઘટીને 28 કલાક થઈ ગયો છે.એમ જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું. ભારત સરકારે જૂન 2021 ના મધ્યમાં ગોલ્ડ જ્વેલરીમાં હોલમાર્કીંગ ફરજિયાત બનાવ્યું ત્યારથી આ કાર્યમાં સતત પ્રગતિ થઈ રહી છે.ઝવેરાત ઉદ્યોગે ફરજિયાત ગોલ્ડ જ્વેલરી હોલમાર્કીંગને આવકાર્યું છે અને સ્વીકાર્યું છે.