વિશ્વમાં દેવી-દેવતાઓના ઘણા મંદિરો આવેલા છે. જેમાં ઘણા ભક્તો મોટા પ્રમાણમાં દાન કરતા હોય છે. ત્યારે 51 શક્તિપીઠ પૈકી એક મહાકાળી ધામમાં ગુજરાત સહિત દેશભરના માઈ ભક્તો શ્રધ્ધાભેર દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આજે એક માઈ ભક્ત દ્વારા મંદિર ટ્રસ્ટને ઐતિહાસિક ભેટ અર્પણ કરવામાં આવી હતી. મહાકાળી મંદિર ટ્રસ્ટને અત્યાર સુધી મળેલા ભેટ દાન પૈકી આજે સૌથી મોટું દાન એક ભક્ત દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેવદિવાળીના પાવન અવસરે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર જયાં માં મહાકાળી બિરાજમાન છે. ત્યાં આજે પાવાગઢ કાલિકા મંદિર સવારે 6:00 વાગ્યાથી દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા સુંદર અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, કારતક સુદ પુનમને દેવ દિવાળીનાં દિવસે સવારનાં 10:00 થી 12:00 વાગ્યે મંદિર પરિસરમાં બંધ બારણે માતાજીને અન્નકુટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. અનેક ભક્તોએ આનો લ્હાવો પણ લીધો હતો.
ત્યારબાદ 12:30 વાગ્યાથી મંદિર દર્શન માટે સતત ખુલ્લું રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગઈકાલે પાવાગઢ શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટનાં સ્થાનિક ટ્રસ્ટીના એક નિવેદન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માતાજીનાં પરમ્ ભક્તો કે જેઓ દર રવિવારે, પુનમે, અમાસનાં રોજ દર્શન માટે આવે છે.
સર્વેની ખાસ ઉપસ્થિત તથા માંઇભક્તોની હાજરીમાં અન્નકુટ પ્રસંગ ઉજ્જવવામાં આવનાર છે જેમાં સર્વે ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ છે. આ અન્નકુટનાં આયોજનમાં ટ્રસ્ટનાં કર્મચારી ગણ કુટુંબીજનો સાથે હાજરી આપવા જણાવવા આવ્યું હતું. દેવદિવાળીના અવસરને લઇને મહાકાળી મંદિરમાં સવારથી જ ભક્તોની મોટી માત્રામાં ભીડ જોવા મળી હતી.