અમેરીકાની પરંપરા મુજબ બાઈડેન ટ્રમ્પને નહી કેમ નહી આપે ગુપ્ત માહીતિ ??

અમેરિકામાં કાર્યકાળ પૂરો કરનાર રાષ્ટ્રપતિને શિષ્ટાચાર તરીકે દેશ અને વિશ્વને લગતી ગુપ્ત માહીતિ આપવાની પરંપરા અને ઈતિહાસ રહ્યો છે.અમેરિકાના રાષ્ટ્રપતિઓનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ તેમને ગુપ્ત સુચનાઓ અને ગોપનીય જાણકારી આપવામાં આવતી રહી છે.પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના અસ્થિર વ્યવહારને કારણે ગુપ્ત માહિતી નહી આપવાની અનિચ્છા જાહેર કરી છે.

અમેરીકન રાષ્ટ્રપતિ જો બાઈડેને મીડીયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે મને લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ગુપ્ત જાણકારીઓ આપવાની જરૂર નથી.ટ્રમ્પને ગુપ્ત જાણકારી આપવાનું શું મહત્વ છે?શું તે આ માહીતિથી કોઇ પ્રભાવ પાડી શકે છે?તેમની જીભ ગમે ત્યારે લપસી પડે છે અને ગુપ્ત માહીતિ જાહેર કરી શકે છે.જેથી ટ્રમ્પને તેમના અસ્થિર વ્યવહારને કારણે જાણકારીઓ આપવાથી બચવુ જોઈએ.અત્યારે ટ્રમ્પને ગુપ્ત જાણકારીઓ આપવા બાબતે સમીક્ષા થઈ રહી છે.ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક સાંસદો અને ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓએ પણ તેમને જાણકારી આપવા બાબતે સવાલો ઉઠાવ્યા છે.